Farmers Protest: ખેડૂતોએ ગૃહમંત્રીની અપીલ ફગાવી, દેખાવકારો બુરાડી નહીં જાય
હાલ દિલ્હીમાં ખેડૂતોના સંગ્રામ પર આજનો દિવસ ખુબ મહત્વપૂર્ણ કહેવાઈ રહ્યો છે. આજે એ વાતનો નિર્ણય આવશે કે શું દિલ્હીની બોર્ડર ખેડૂતોના આંદોલનના કારણે આજે પણ જામ રહેશે કે પછી ખેડૂતો બુરાડીમાં પ્રદર્શન કરીને સરકારની અપીલને માનશે.
Trending Photos
નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો (Farmers Protest) દિલ્હી બોર્ડર પર ગુરુવારથી ડટેલા છે. પંજાબથી આવેલા ખેડૂતો સિંઘુ બોર્ડર પર છે જ્યારે પશ્ચિમી ઉત્તર પ્રદેશથી આવેલા ખેડૂતોએ ગાજીપુર બોર્ડર પર અડ્ડો જમાવ્યો છે. આવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે. તેઓ પહેલા દિલ્હીના રસ્તાઓ પરથી હટે અને વાતચીત માટે આગળ આવે. જો કે ખેડૂતોએ ગૃહમંત્રીની અપીલ ફગાવી દીધી છે. અને આ સાથે નક્કી કરી લીધુ છે કે તેઓ બુરાડી જશે નહીં.
ગૃહમંત્રી અમિત શાહે વાતચીતની કરી પહેલ
ખેડૂતોના આક્રમક થઈ રહેલા પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર મામલાના ઉકેલ માટે પહેલ કરી છે. ગૃહમંત્રીએ ખેડૂતોને વાતચીત માટે આમંત્રિત કરતા કહ્યું કે ભારત સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ 3 ડિસેમ્બરના રોજ વાતચીત માટે ખેડૂતોને બોલાવ્યા છે. જો ખેડૂતો ઈચ્છે તો તે પહેલા પણ વાતચીત શક્ય છે. તેમણે ખેડૂતોને અપીલ કરી કે તેઓ રસ્તાઓ પર જામ કરવાની જગ્યાએ દિલ્હી પોલીસ તરફથી નક્કી કરાયેલી જગ્યા પર શાંતિપૂર્ણ રીતે આંદોલન કરે.
ખેડૂતોના આંદોલન માટે બુરાડી તૈયાર
ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને એ પણ જાણકારી આપી કે બુરાડીનું મેદાન સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવાયું છે. આંદોલન માટે સ્થાન નક્કી કરવામાં આવ્યું તે ખેડૂતો અને દિલ્હીની જનતા બંનેના હિતમાં છે. હવે સવાલ એ છે કે ગૃહમંત્રીની અપીલ બાદ શું ખેડૂતો પ્રદર્શન માટે બુરાડી આવશે કે પછી દિલ્હી બોર્ડર પરથી જ સરકાર પર દબાણ બનાવશે. કહેવાય છે કે ખેડૂત યુનિયનો આજે બેઠક કરીને આ અંગે કોઈ નિર્ણય લઈ શકે છે.
'ખેડૂતો પર દબાણ બનાવવાની રણનીતિ'
આ બાજુ ખેડૂતોના નેતાઓએ આરોપ લગાવ્યો કે સરકાર વાતચીત માટે શરત રાખી રહી છે. જે ખેડૂતો પર દબાણ બનાવવાની રણનીતિ છે. આ અગાઉ કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે પણ ખેડૂતોને 3 ડિસેમ્બરે વાતચીત માટે આમંત્ર્યા હતા. ખેડૂતોને અપીલ કરાઈ હતી કે આંદોલનથી નહીં પરંતુ વાતચીતથી જ ઉકેલ આવશે.
આંદોલન માટે આજનો દિવસ મહત્વપૂર્ણ
હાલ દિલ્હીમાં ખેડૂતોના સંગ્રામ પર આજનો દિવસ ખુબ મહત્વપૂર્ણ કહેવાઈ રહ્યો છે. આજે એ વાતનો નિર્ણય આવશે કે શું દિલ્હીની બોર્ડર ખેડૂતોના આંદોલનના કારણે આજે પણ જામ રહેશે કે પછી ખેડૂતો બુરાડીમાં પ્રદર્શન કરીને સરકારની અપીલને માનશે. આજે એ પણ સ્પષ્ટ થશે કે શું આ આંદોલનનો કોઈ જલદી ઉકેલ આવશે કે નહીં?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે